કેમિસ્ટ્રી 2024 માટે નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ છે. આ વર્ષે 3 વૈજ્ઞાનિકને આ પુરસ્કાર મળ્યો છે, જેમાં અમેરિકન વૈજ્ઞાનિક ડેવિડ બેકર, જોન જમ્પર અને બ્રિટિશ વૈજ્ઞાનિક ડેમિસ હસાબીસનો સમાવેશ થાય છે. ઇનામ બે ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ ભાગ ડેવિડ બેકરને ગયો, જેણે એક નવા પ્રકારનું પ્રોટીન બનાવ્યું.
પ્રોટીન ડિઝાઇન એ એક તકનીક છે, જેમાં પ્રોટીનની રચના બદલીને નવા ગુણધર્મો સાથે પ્રોટીન તૈયાર કરવામાં આવે છે. આ દવાઓ અને રસી બનાવવામાં મદદ કરે છે. ઇનામનો બીજો ભાગ ડેમિસ અને જોન જમ્પરને મળ્યો, જેમણે જટિલ પ્રોટીનની રચનાને સમજવામાં મદદરૂપ AI મોડલ બનાવ્યું.