અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મ્યુઝિક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ જ્યારે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણીપ્રચારમાં ગીતોનો ઉપયોગ કર્યો ત્યારે ભારે વિવાદ સર્જાયો હતો. સિંગર બેયોન્સ, રિહાન્ના અને જેક વ્હાઇટ જેવા કલાકારોએ ટ્રમ્પની ટીમ પર મંજૂરી વગર ગીતોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. તેનાથી વિપરીત પ્રચારમાં ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ દ્વારા ગીતોના ઉપયોગને લઈને કોઈ વિવાદ થયો નથી, ઉપરાંત તેમને કલાકારો તરફથી જોરદાર સમર્થન પણ મળી રહ્યું છે.
કમલાના 2024ના રાષ્ટ્રપતિ અભિયાનની શરૂઆત બેયોન્સના હિટ ગીત ‘ફ્રીડમ’થી થઈ હતી. બેયોન્સે પોતે જ તેને આ ગીતનો ઉપયોગ કરવાની પરવાનગી આપી હતી. પરંતુ બેયોન્સે ટ્રમ્પને આ ગીતનો ઉપયોગ કરવા દેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. કમલાના ચૂંટણીપ્રચારમાં માત્ર સંગીતના ઉપયોગ પર કોઈ પ્રતિબંધ નથી બેયોન્સ ઉપરાંત અન્ય પ્રખ્યાત કલાકારો જેમ કે ટેલર સ્વિફ્ટ, બિલી ઈલિશ અને ફિનીઆસ ઓ’કોનેલે પણ કમલાના અભિયાનને તેમનો ટેકો આપ્યો હતો. આ કલાકારોએ લોકશાહી પ્રત્યે કમલાની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી છે.