સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે શેરબજારનું ટ્રેડિંગ વેચવાલીએ સમાપ્ત થયું. શેરબજારના કામકાજમાં ઘણા ઉતાર-ચઢાવ નોંધાયા હતા.સેન્સેક્સ 250 પોઈન્ટના ઉછાળા સાથે 77808 પોઈન્ટના ઓલટાઈમ હાઈ સ્તરે જઈ 77209 પોઈન્ટના ઘટાડે બંધ થયો છે,જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 122 પોઈન્ટના ઉછાળા સાથે 23460 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 155 પોઈન્ટના ઉછાળા સાથે 51600 પોઈન્ટના સ્તરે બંધ થયો છે.
નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં થોડો વધારો નોંધાયો હતો જ્યારે નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ ઘટાળા સાથે બંધ થયો હતો. નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સમાં પણ વધારો નોંધાયો હતો જ્યારે નિફ્ટીના અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા હતા.
શેરબજારમાં સુધારા તરફી ખૂલ્યાં બાદ પ્રોફિટ બુકિંગ અને સ્ટોક સ્પેસિફિક તેજીની ચાલના પગલે સળંગ બીજા દિવસે શુષ્ક માહોલ સર્જાયો છે.જ્યારે સેન્સેક્સ નવી ઐતિહાસિક ટોચ નજીક પહોંચ્યા બાદ વેચવાલીનું પ્રેશર વધ્યું હતું.
બેન્ક નિફ્ટી પણ રેકોર્ડ ટોચ નજીક પહોંચ્યા બાદ ઘટાડો જોવા મળીયો હતો. ફાઈનાન્સિયલ, ઓટો, ઓઈલ એન્ડ ગેસ, રિયાલ્ટી સેગમેન્ટમાં પણ વેચવાલીનું પ્રેશર વધતાં ઈન્ડેક્સ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા.આઈટી સેક્ટરના મોટાભાગના શેર્સમાં સુધારો જોવા મળ્યો છે. એલટીઆઈ માઈન્ડટ્રી, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, ઈન્ફોસિસ અને ટીસીએસમાં ઉછાળો જોવા મળ્યો હતો.