Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતીય કેપ્ટન રોહિત શર્મા હવે T20 ઈન્ટરનેશનલ નહીં રમે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે રોહિતે વનડે વર્લ્ડ કપ પહેલા જ ચીફ સિલેક્ટર અજીત અગરકર સાથે આ મામલે ચર્ચા કરી હતી.

સમાચાર એજન્સી PTIએ BCCIના સૂત્રોને ટાંકીને લખ્યું છે કે રોહિત શર્મા નજીકના ભવિષ્યમાં ટી-20 રમે તેવી શક્યતા નથી. ગયા વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ બાદથી તે એકપણ T20 ઇન્ટરનેશનલ રમ્યો નથી. એડિલેડમાં રમાયેલી આ મેચમાં અંગ્રેજોએ ભારતીય ટીમને 10 વિકેટે હરાવ્યું હતું.

T20થી દૂર રહેવાનો નિર્ણય સંપૂર્ણપણે રોહિતનો છેઃ સૂત્રો
બીસીસીઆઈના સૂત્રોએ કહ્યું- 'આ કોઈ નવી વાત નથી. રોહિત છેલ્લા એક વર્ષથી એકપણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી કારણ કે તેનું ધ્યાન વનડે વર્લ્ડ કપ પર હતું. આ સંપૂર્ણપણે રોહિતનો નિર્ણય છે.