વોટ્સએપના ઈન્ડિયા હેડ અભિજિત બોઝે અને મેટા ઈન્ડિયાના પબ્લિક પોલિસીના ડિરેક્ટર રાજીવ અગ્રવાલે તેમના પદ પરથી રાજીનામાં આપી દીધા છે. બંનેના અચાનક રાજીનામા પછી, કંપનીએ ભારતમાં વોટ્સએપ પબ્લિક પોલિસીના ડિરેક્ટર શિવનાથ ઠુકરાલને ભારતમાં તમામ મેટા પ્લેટફોર્મ માટે પબ્લિક પોલિસી ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.
મેટા ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની છે. વોટ્સએપે પણ આ વાતની પુષ્ટિ કરી છે. મેટાએ એક નિવેદનમાં જણાવ્યું કે અભિજિત બોઝે રાજીનામું આપી દીધું છે. તે જ સમયે, રાજીવ અગ્રવાલે વધુ સારી તકોની શોધમાં મેટામાં તેમની ભૂમિકામાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો છે.
એમેઝોને નફો કરવામાં નિષ્ફળતા દર્શાવીને આ અઠવાડિયે 10,000 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ ખર્ચ ઘટાડવા માટે આ અઠવાડિયે 11,000 થી વધુ કર્મચારીઓની છટણી કરી હતી. જ્યારે ટ્વિટરે ગયા અઠવાડિયે તેના અડધા કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. ભારતમાં 90 ટકા કર્મચારીઓની હટાવી દેવાયા હતા.