મંગળવારે કડીના ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીએ નંદાસણ પોલીસ મથકમાં પહોંચી પંથકમાં ધમધમતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા રજૂઆત કરી હતી. ત્યારે બુધવારે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે મોડાસાના તિરૂપતિ બંગ્લોઝમાં નકલી સિંચાઈ વિભાગની કચેરી ધમધમી રહી છે.
ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, તેમને માહિતી મળી હતી અને તેમણે આ અંગે કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ એસપીનું પણ ધ્યાન દોર્યું હોવાનું જણાવ્યું હતું. બુધવારે અચાનક બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આ મકાનની મુલાકાત લીધી હતી.જિલ્લાના જુદા જુદા તાલુકાના અને ઇજનેરના 50થી 60 સિક્કા અને કોમ્પ્યુટર તેમજ પ્રિન્ટર પણ મળી આવ્યું હોવાનું જણાવ્યું હતું. જોકે તેમણે આ સ્થળ ઉપર કામ કરતા કર્મચારી અને અધિકારી પણ સિંચાઈ વિભાગના હોવાથી તેમણે આ કચેરી અંગે તેમને શંકા હતી અને હજુ પણ મને શંકા છે હું ખોટો પણ હોઈ શકું તેમ જણાવી તેમણે પ્રિન્ટરમાંથી નીકળેલા કાગળોની તપાસ અંગે પણ માગણી કરી હતી.