જ્યારે કોઈ સાથે કંઈ ખોટું થાય છે કે કોઈ ખરાબ સમાચાર મળે છે તો તે તેને આપણી સાથે શેર કરે છે. આપણે ઘણીવાર એ વાતને લઈને શંકામાં રહીએ છીએ કે આ સ્થિતિમાં કેવી પ્રતિક્રિયા આપવી. જેમકે, જ્યારે કોઈની ટ્રિપ કેન્સલ થાય તો આપણે શું પ્રતિક્રિયા આપવી જોઈએ. એ ભલે આપણા માટે નાની વાત હોય શકે, પણ જેની ટ્રિપ કેન્સલ થઈ હોય તેના માટે આ ખરાબ અનુભવ હોય શકે છે. એક્સપર્ટ કહે છે કે આવા સમયે આપણી પહેલી પ્રતિક્રિયા યોગ્ય હોવી જરૂરી છે. તમારી વાતચીત કેમ આગળ વધશે એ તમારી પહેલી પ્રતિક્રિયા પર જ ઘણી હદે આધાર રાખે છે.
સ્કોટલેન્ડની એક્સપર્ટ જેની ડ્રેડજેન અનુસાર, આવુ એટલે થાય છે કેમકે આપણે બધા બ્લેક પેજ સિંડ્રોમનો શિકાર છીએ. આ સિન્ડ્રોમના કારણે આપણે મુશ્કેલ સમયમાં યોગ્ય શબ્દ ગોતવામાં પણ પડકાર અનુભવીએ છીએ. જેની કહે છે આવી સ્થિતિમાં આપણે વીએએસઈ મેથડનો ઉપયોગ કરવો જોઈએ. આ મેથડ આપણને બીજાની સમસ્યામાં યોગ્ય પ્રતિક્રિયા આપવા પ્રેરિત કરે છે. વીએએસઈ મેથડના ચાર તબક્કા હોય છે. સૌપ્રથમ, કોઈની સમસ્યાને ઓછી ન આંકવી અને તેની સમસ્યાને યોગ્ય અને સાચી માનો. બીજુ, સમસ્યાનો સ્વીકાર કરો. બીજા વ્યક્તિને અનુભવ કરાવો કે તમે સમસ્યા સમજો છો. ત્રીજું, તેનો આત્મવિશ્વાસ વધારો. તેનું ભારણ ઓછું કરવા તમે કંઈપણ કરી શકો છો એ કરવાની કોશિશ કરો. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે સમસ્યાને સમજ્યા પછી તમારી ભાવનાઓને વ્યક્ત કરો. બીજા વ્યક્તિને જણાવો કે તમે તેની સમસ્યા વિશે કેવું અનુભવો છો. તેનાથી કરૂણા, સમ્માન અને પ્રેમની ભાવનાથી વ્યક્ત કરી શકો છો. જેની કહે છે મૂડ સારો કરવા માટે તમે તેને સીધુ પણ પૂછી શકો છો કે તેને શું જોઈએ છે.