અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની માટે યુરોપમાં ધૂમ મચી છે. ઇટલીના પોર્ટોફિનો શહેરમાં એક જૂને વિશેષ ડિનર યોજાશે. પોર્ટોફિનોના મેયર મતેઓ વાયાકાવાએ ભાસ્કરને જણાવ્યું હતું કે શહેરમાં સાંજે 5 વાગ્યા પછી માત્ર પ્રી-વેડિંગમાં આવેલા મહેમાનોને હરવા ફરવાની મંજૂરી આપવામાં આવી છે. આ માટે પ્રી-વેડિંગના મહેમાનોને ખાસ પાસ જારી કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકો પોતાના ઘરમાં જ રહેશે તથા બજારો પણ બંધ રહેશે. પોર્ટોફિનો શહેરની વસ્તી ટુરિસ્ટ સિઝન દરમિયાન 1200તી 1500 જેટલી હોય છે.
અનંત-રાધિકાના પ્રી વેડિંગ ગ્રાન્ડ ડિનરનુ આયોજન પોરટોફિનોમાં કરવામાં આવ્યુ છે. આ ઇટાલીના સૌતી અમીર શહેર તરીકે છે. અહીં પ્રતિ વ્યક્તિ સરેરાશ આવક આશરે 82 લાખ રૂપિયા છે.રંગીન પેઇન્ટવાળી ઇમારતોવાળા પોરટોફિનો શહેર લોકપ્રિય અમીર લોકોની વચ્ચે ચર્ચામાં છે. અહીં પોર્ટ ખાસ છે. દરમિયાન મંગળવારના દિવસે બાર્સેલોના એરપોર્ટ પર આઠ પ્રાઇવેટ જેટ ઉતરી પડ્યા હતા. એરપોર્ટની બહાર લક્ઝરી કારનો કાફલો દેખાયો હતો.