રાજકોટ શહેરના અમીન માર્ગ પર સવારના સમયે અચાનક પાણીના વહેણ શરૂ થયા હતા. ચોમાસાના વરસાદમાં જેમ પાણી ચાલુ થાય તેટલા પ્રમાણમાં પાણી વહેતા તુરંત જ મનપાને જાણ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના કર્મચારીઓએ ભંગાણ શોધ્યું હતું અને તાબડતોબ રિપેરિંગ ચાલુ કરાયું હતું. જોકે ત્યાં સુધીમાં હજારો લિટર પાણી વેડફાઈ ગયું હતું. રોડ પર દૂર દૂર સુધી પાણી ભરાઈ ગયા ત્યાં સુધી તંત્ર ઊંઘતું રહ્યું અને હાલ જ્યારે ઉનાળામાં પાણીનો સૌથી વધારે વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો હોય ત્યારે જ લીકેજ સમયસર રિપેર ન થતા હજારો લિટર પાણી વહી જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.