બ્રિટનમાં ભારતવંશી પીએમ ઋષિ સુનકે નિર્ધારિત સમય કરતાં પહેલાં ચૂંટણીની જાહેરાત કરીને તમામ લોકોને ચોંકાવી દીધા બાદ હવે કેટલીક નવી બાબતો પણ સામે આવી રહી છે જે તેમની પાર્ટી માટે સારા સંકેત સમાન છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક ચૂંટણી સરવેમાં સામે આવ્યું છે કે ચોથી જુલાઇના દિવસે ચૂંટણી યોજવાના તેમના નિર્ણય બાદ પીએમ સુનક તેમના પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીની લોકપ્રિયતા ઝડપથી વધી છે.
હવે લોકપ્રિયતાના મામલે સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી અને વિપક્ષી દળ લેબર પાર્ટી વચ્ચે અંતર ઘટીને 12 પોઇન્ટ પર આવી જતા તેમની પાર્ટીના લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે. એપ્રિલમાં આ અંતર 18 પોઇન્ટ હતું તે મે મહિનામાં 15 પોઇન્ટ રહેતા રાજકીય વર્તુળોમાં ચૂંટણીને લઇને વિવિધ અભિપ્રાય રજૂ કરાઇ રહ્યા હતા.