ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાલી રહેલી ટી-20 સીરીઝનો ત્રીજી મેચ રાજકોટમાં 28 જાન્યુઆરીના રોજ રમાશે, જેને લઇ શહેરમાં ક્રિકેટ ફીવર છવાયો છે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં અને ઇંગ્લેન્ડની ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં રોકાવાની છે. રવિવારે સાંજે ભારત અને ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થતા કાલાવડ રોડ પર સૈયાજી હોટલ ખાતે ભારતીય ખેલાડીઓનું રેડ કાર્પેટ પર તિલક કરી બુકે આપી હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ ટી-20 સીરીઝની ત્રીજી મેચ રાજકોટમાં 28 જાન્યુઆરીના રોજ રાજકોટમાં રમાવાની છે, જેને લઇ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. મેચના બે દિવસ પહેલા એટલે કે 26 જાન્યુઆરીને રવિવારના રોજ બંને ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થયું છે, જેમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ કાલાવડ રોડ પર હોટેલ સયાજી ખાતે રોકાણ કરવાની છે જયારે ઇંગ્લેન્ડ ટિમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલ હોટલ ફોર્ચ્યુન ખાતે રોકાશે. ભારતીય ખેલાડીઓનું રેડ કાર્પેટ પર તિલક કરી બુકે આપી હાર પહેરાવી કાઠિયાવાડી ઠાઠમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં સયાજી હોટલ ખાતે કેપટન સૂર્ય કુમાર યાદવ, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, સંજુ, અર્શદીપ, અક્ષર પટેલ સહીત તમામ ખેલાડીઓની સાથે સાથે ટીમના કોચ ગૌતમ ગંભીર, સિતાંશુ કોટક, અને સપોર્ટિંગ સ્ટાફનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું