ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2024માં લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ફેલ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડે જાહેર કરી દીધો છે. રાજકોટ સહિત રાજ્યભરમાં 24 જૂનથી 6 જુલાઈ સુધી પૂરક પરીક્ષાનું આયોજન કરાયું છે. ધોરણ-12 સાયન્સમાં રાજકોટમાં 1436 સહિત રાજ્યમાં 34,827 વિદ્યાર્થી પૂરક પરીક્ષા આપશે જ્યારે ધોરણ 12 કોમર્સમાં રાજકોટમાં 2843 સહિત રાજ્યમાં 65,744 વિદ્યાર્થી પૂરક પરીક્ષા આપશેે. ધોરણ 10-12માં નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષામાં ધો.12 સાયન્સના વિદ્યાથીઓ તમામ વિષયની પૂરક પરીક્ષા આપી શકશે. ધો.12 સા.પ્રવાહના 2 વિષયની અને ધો.10ના વિદ્યાર્થીઓ 3 વિષયની પૂરક પરીક્ષા આપી શકશે.