Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ, ઓમનગર-4માં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા સંજય બાબુભાઇ સોલંકીએ મધુરમ સોસાયટી-1માં રહેતા ભરત ચંદુ વડદોરિયા અને તેની સાથે ત્રણ અજાણ્યા શખ્સ સામે હુમલો કરી હાથપગ ભાંગી નાંખ્યાની ફરિયાદ નોંધાવી છે. મવડી વિસ્તારમાં હીરા ઘસવાનું કામ કરતા યુવાનની ફરિયાદ મુજબ, તેનો ભાઇ અને પોતે મકાનમાં ઉપર નીચે રહે છે. ભાઇની પત્ની સાથે છેલ્લા છ વર્ષથી પ્રેમસંબંધ છે.


પરંતુ એક વર્ષ પૂર્વે ભાભીના પરિવારને પ્રેમસંબંધની ખબર પડી જતા વતનમાં પરિવારજનો ભેગા થઇ મામલો થાળે પાડી સમાધાન કર્યું હતું. તેમ છતાં ભાભીની સંમતિથી બંને વચ્ચે સંબંધ ચાલુ રાખ્યા હતા. જેની ભાભીના ભાઇ ભરત વડદોરિયાને ખબર પડતાં તેને ગમ્યું ન હતું. દરમિયાન શનિવારે ભાભી તેના ભાઇને સમજાવવા ગઇ હતી. પરંતુ તે નહિ માનતા ભાભીએ પોતાને ફોન કરી વાત કરી હતી. બાદમાં પોતે ભાભીને તેડવા માટે આજી ડેમ ચોકડી પાસે ભરાતી રવિવારી બજારમાં ગયો હતો.

આ સમયે ભાભીનો ભાઇ ભરત અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સ લાકડીઓ સાથે ધસી આવ્યા હતા. અને ભરતે ગાળો ભાંડી તું કેમ મારી બેન સાથે સંબંધ રાખે છે. તેમ કહી ચારેય લાકડીઓ સાથે તૂટી પડ્યા હતા. હુમલામાં પોતે બેહોશ થઇ જમીન પર ફસડાઇ પડ્યો હતો. બાદમાં ચારેય શખ્સ ભાગી ગયા હતા. બનાવ બાદ અન્ય ભાઇ, બનેવી અને પત્નીને ફોન કરી જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. અને 108 મારફતે પ્રથમ ખાનગી બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર દરમિયાન પોતાને હાથે-પગે ફ્રેક્ચર જેવી ઇજા થઇ હતી. આજી ડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.