દેશમાં જૂન દરમિયાન ઑટો સેક્ટરમાં તેજી જોવા મળી છે. પેસેન્જર વાહનો સહિત ટૂ-વ્હીલર્સના વેચાણમાં વૃદ્ધિને પગલે સ્થાનિક સ્તરે વાહનોનું રિટેલ વેચાણ 10% વધ્યું છે. ગત મહિને વાહનોનું રિટેલ વેચાણ વધીને 18,63,868 યુનિટ્સ રહ્યું હતું જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 17,01,105 યુનિટ્સ નોંધાયું હતું. પેસેન્જર વાહનોનું રિટેલ વેચાણ 5% વધી 2,95,299 યુનિટ્સ નોંધાયું હતું જે જૂન 2022 દરમિયાન 2,81,811 યુનિટ્સ હતું.
ટૂ-વ્હીલર્સના વેચાણમાં પણ તેજીનો ટ્રેન્ડ જોવા મળતા તે 7 ટકા વધીને 13,10,186 યુનિટ્સ રહ્યું હતું જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 12,27,149 યુનિટ્સ હતું. થ્રી-વ્હીલરનું વેચાણ 75% વધી 86,511 યુનિટ્સ રહ્યું હતું જે ગત વર્ષે જૂનમાં 49,299 યુનિટ્સ હતું. ટ્રેક્ટરનું રિટેલ વેચાણ 45%ની વૃદ્ધિ સાથે 98,660 યુનિટ્સ હતું જ્યારે કોમર્શિયલ વાહનોનું વેચાણ આંશિક વધીને 73,212 યુનિટ્સ રહ્યું છે જે ગત વર્ષ દરમિયાન 72,894 યુનિટ્સ હતું. ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (FADA)ના પ્રેસિડેન્ટ મનિષ રાજ સિંઘાનીયાએ જણાવ્યું હતું.