ગુજરાતના અનેક વિસ્તારોમાં શિયાળાની ઋતુ દરમિયાન કમોસમી વરસાદ, માવઠા થઈ રહ્યા છે, તેની સીધી અસર ખેડૂતો ઉપર પડી રહી છે. અત્યાર સુધીમાં 7 થી 8 માવઠા, કમોસમી વરસાદ વરસી ચુક્યો હોવાનું જણાવ્યું હતું. હજૂ માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ વર્ષે માવઠાને કારણે તૈયાર પાકને મોટું નુકસાન થયું છે. ત્યારે વળતર માટે સરકાર પાસે આજીજી કરી રહ્યા છે.
સરકાર દ્વારા પાક નુકસાનના સર્વે અને સહાય માટે મોટી વાતો કરી છે પરંતુ હકીકત શું છે તે ફક્ત ખેડૂતો જાણે છે. જેટલો ખર્ચો કર્યો છે એટલી કમાણી નથી થઈ રહી. જે પાક બચ્યો છે તે ભેજથી ઓછી ગુણવત્તાનો થયો છે અને ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે, સર્વેમાં ધાંધિયા થયા છે જ્યાં સર્વે થયો છે ત્યાંના ખેડૂતોને હજુ સુધી સહાય નથી મળી. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને 50 ટકા જેવું વળતર ચુકવવામાં આવે તો ખેડૂતોને રાહત થઈ શકે તેમ છે.
ગોંડલ યાર્ડમાં ધાણા, લસણ, ઘઉં, ડુંગળીની આવક બંધ કરાઇ
હજુ પણ હવામાન વિભાગની આગાહી હોય ગોંડલ યાર્ડ દ્વારા યાર્ડમાં ધાણા, લસણ, ઘઉ, અને ડુંગળી ની આવક સંપૂર્ણ પણે આવક બંધ કરવામાં આવી છે અને જે જણસીને બંધ શેડમાં ઉતારવાની સગવડતા છે તેવી જણસીની આવક ચાલુ રખાઇ છે ગત રોજ કમોસમી વરસાદને લઈને થયેલ નુકસાન બાબતે યાર્ડના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું કે ખેડૂતોની જણસીને કોઈ પ્રકારનું નુકસાન થયેલ નથી જે નુકસાન થયું છે તે વેપારીઓના ખરીદેલ માલને થયું છે. ગોંડલ યાર્ડ દ્વારા હાલ તો જણસીની આવક બંધ કરેલ છે અને ખેડૂતોને નવી સૂચના આપવામાં આવી છે.