અંગદાનમાં ભારત દુનિયાથી ઘણું પાછળ છે. અમેરિકામાં અંગદાન કરનારાઓનો દર ભારત કરતાં સો ગણો વધુ છે. આંતરરાષ્ટ્રીય રજિસ્ટ્રી ઇન ઓર્ગન ડોનેશન એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશનના રિપોર્ટ મુજબ અમેરિકામાં મૃત્યુ પછી અંગદાન કરનારાઓની સંખ્યા પ્રતિ 10 લાખ લોકોએ 41 લોકો છે જ્યારે આ આંકડો ભારતમાં 0.4 જ છે. ફ્રાન્સમાં 24.7, બ્રિટનમાં 19.8, જર્મનીમાં 11.1 આંકડો નોંધાયો છે.
બ્રાઝિલમાં 13.8 અને ચીનમાં 3.63 છે, જે ભારતની સરખામણીએ વધુ છે. દેશમાં સૌથી વધુ લિવિંગ ડોનર ટ્રાન્સપ્લાન્ટ દિલ્હી (3,422)માં થયું. આ પછી, તમિલનાડુ (1,690), કેરળ (1,423), મહારાષ્ટ્ર (1,222) અને પ. બંગાળ.