દેશના ટોચના પાંચ સ્થાનિક સીમેન્ટ ઉત્પાદકોનો માર્કેટ હિસ્સો માર્ચ 2025 સુધીમાં વધીને 55%ની આસપાસ પહોંચવાનો અંદાજ રેટિંગ એજન્સી ઇકરા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. દેશમાં મજબૂત માંગને પગલે સીમેન્ટ સેક્ટરમાં કાર્યરત મોટી કંપનીઓ તેમના માર્કેટ હિસ્સા તેમજ ક્ષમતાને વધારવા માટેની યોજના ધરાવે છે. ઇકરા અનુસાર દેશની ટોચની પાંચ કંપનીઓનો માર્કેટ હિસ્સો ડિસેમ્બર, 2023ના રોજ વધીને 54% થયો હતો, જે માર્ચ 2015 દરમિયાન 45% રહ્યો હતો અને તે માર્ચ 2025 સુધીમાં વધુ વધીને 55%ની આસપાસ રહેશે તેવો આશાવાદ છે.
મધ્યમ ગાળામાં ઓર્ગેનિક ગ્રોથની અપેક્ષા સાથે સીમેન્ટ કંપનીઓ ક્ષમતાને ઝડપી ગતિએ ઉમેરવા માટે ઇનઓર્ગેનિક રસ્તાઓ પણ અપનાવી રહી છે, જેને કારણે ઇન્ડસ્ટ્રીમાં કોન્સોલિડેશન જોવા મળી શકે છે. અદાણી જૂથ દ્વારા ACC અને અંબુજા સીમેન્ટ્સ સિવાયના તમામ મર્જર અને હસ્તાંતરણો એ હસ્તાંતરિત કરાયેલી કંપનીઓમાં રોકડની અછતને કારણે હતા. સીમેન્ય મેન્યુફેક્ચર્સ એસોસિએશનના ડેટા અનુસાર ભારતમાં 541 મેટ્રિક ટન સીમેન્ટ ઉત્પાદનની ક્ષમતા છે.