Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગુજરાતમાં વિધિવત્ ચોમાસાનું આગમન થઈ ગયું છે. સાઇક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયું છે, જેને પગલે હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી છે. આજે સુરત, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક પાસે, માધાપર ચોકડી નજીક વરસાદ શરૂ થયો હતો. તો મોડી સાંજે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બોપલ, વસ્ત્રાપુર, એસજી હાઇવે, ગોતા, ન્યુ રાણીપ, જગતપુર, ચાંદખેડા, શિવરજંની, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો છે. આજે સવારે 8 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં રાજ્યના 15 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો.

અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી રાત્રે 8 વાગ્યા બાદ વરસાદ પડવાના કારણે રાત્રિના સમયે ઠંડકનું વાતાવરણ જોવા મળે છે. દિવસ દરમિયાન 42 ડિગ્રીની આસપાસ ગરમી હોય છે જેના કારણે લોકોને ગરમી અને બફારાનો સામનો કરવો પડે છે પરંતુ રાત્રિના આઠ વાગ્યા બાદ વરસાદી માહોલ સર્જાય છે જેના પગલે વાતાવરણમાં ઠંડક ફેલાય છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં બોપલ, વસ્ત્રાપુર, એસજી હાઇવે, ગોતા, ન્યુ રાણીપ, જગતપુર, ચાંદખેડા, શિવરજંની, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો છે. જેના લીધે વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે.