યમનના એડેન કિનારે શનિવારે, એટલે કે 18 ઓક્ટોબરે એક મોટી દરિયાઈ દુર્ઘટના બની હતી. ગેસ ટેન્કર MV ફાલ્કનમાં વિસ્ફોટ થયો અને એમાં આગ લાગી. મીડિયા અહેવાલો અનુસાર, 24 ભારતીય ખલાસીમાંથી 23ને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બે હજુ પણ ગુમ છે. જ્યારે બીજી તરફ સોમવારે હોંગકોંગ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એક મોટી દુર્ઘટના બની. દુબઈથી ઊડતું એક કાર્ગો વિમાન સોમવારે વહેલી સવારે હોંગકોંગ એરપોર્ટ પર ઊતરતી વખતે ક્રેશ થયું. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે વિમાન રનવે પરથી લપસી ગયું અને સમુદ્રમાં પડી ગયું, જેમાં બે લોકોનાં મોત થયાં. એરપોર્ટ ઓપરેટરે આ માહિતી આપી છે.
23 ભારતીયને બચાવી લેવામાં આવ્યા MV ફાલ્કનમાં સવાર કુલ 24 ક્રૂ-સભ્યો જહાજ છોડીને સલામતી માટે સમુદ્રમાં કૂદી પડ્યા. યુરોપિયન યુનિયનના નૌકાદળ ઓપરેશન "એસ્પાઇડ્સ" એ તાત્કાલિક શોધ અને બચાવ કામગીરી શરૂ કરી, 23 ભારતીય ખલાસીને બચાવ્યા, જ્યારે બે ગુમ છે અને એક ક્રૂ-સભ્ય હજુ પણ બોર્ડ પર છે, જોકે હવે એક ખાનગી કંપનીએ ટેન્કરનો બચાવ સંભાળી લીધો છે.