ઘણાં લોકો વિચારે છે કે તેની કારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની સૌથી સરળ રીત તેને જાતે ડ્રાઈવ કરવી કે કોઈ ટ્રકમાં લોડ કરાવી દેવી છે. પરંતુ જ્યારે વાત કરોડપતિઓ અને અરબપતિઓની હોય છે, તો તેની પાસે આથી પણ શ્રેષ્ઠ અને શાનદાર વિકલ્પ હોય છે. તે તેની મોંઘી ખૂબ જ કિંમતી કારોને હવાઈ જહાજ અને વિશેષ કાર્ગો જહાજ મારફતે દુનિયાના કોઈપણ ખૂણે પહોંચાડે છે.
હકીકતે, અમીર લોકો માટે તેની લક્ઝરી કારો માત્ર ટ્રાવેલનું સાધન નથી, પરંતુ તેની શાન અને રુતબાની નિશાની હોય છે. જ્યારે આ લોકો એક દેશથી બીજા દેશમાં યાત્રા કરે છે, તો તેની કારો પણ તેની સાથે ચાલે છે, જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે અને તેમાં વિશેષ કંપનીઓ મદદ પણ કરે છે.
ભારતીય મૂળના ઝિમ્બાવેના બિઝનેસમેન નારણ જેવા અમીર લોકો જ્યાં પણ જાય છે તેની કાર સાથે લઈ જતા ખચકાટ અનુભવતા નથી. તેની લક્ઝરી કારોને આખી દુનિયામાં લઈ જવા માટે હવાઈ સેવાઓનો ઉપયોગ કરે છે. નારણ પાસે એક દુર્લભ પોર્શ કરેરા જીટી છે, જેની કિંમત 15 કરોડ રૂપિયા ગણાવમાં આવે છે. નારણ કહે છે કે દુબઈમાં લંડન સુધી તેની પોર્શને મોકલવામાં 30 લાખ સુધીનો ખર્ચ આવે છે. આ એટલી મોટી રકમ છે કે લંડનમાં ફોક્સવેગન કંપનીની નવી કાર ખરીદવા પર આથી પણ ઓછો ખર્ચ થશે.