રશિયાના રાષ્ટ્રપતિ બે દોરમાં ઉત્તર કોરિયા પહોંચી ગયા છે. કિમ જોંગ ઉને પોતે રાજધાની પ્યોંગયાંગમાં સુનાન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પુટિનનું સ્વાગત કર્યુ હતું. આ નોર્થ કોરિયાની પુટિની બીજી યાત્રા છે. તેઓ આશરે 24 વર્ષના ગાળા બાદ મંગળવારે ઉત્તર કોરિયા પહોંચી ગયા હતા. પુટિન અને કિમ જોંગ ઉનની વચ્ચે બેઠક યોજાઇ હતી. યુક્રેન બાબતે સમર્થન આપવા બદલ પુટિને ઉત્તર કોરિયાનો આભાર માન્યો હતો.
બ્રિટિશ મીડિયા વેબસાઈટ ઈન્ડિપેન્ડન્ટ અનુસાર, પુટિન અને કિમ જોંગ ઉન વચ્ચે બેઠક પણ થઈ હતી. આ દરમિયાન બંને નેતાઓ એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. ક્રેમલિને પુતિનની ઉત્તર કોરિયાની મુલાકાતને 'મૈત્રીપૂર્ણ રાજ્ય મુલાકાત' ગણાવી છે.
પુટિને ઉત્તર કોરિયાના અખબારમાં એક લેખ લખ્યો
પુટિને મુલાકાત પહેલા ઉત્તર કોરિયાના અખબાર રોડાંગ સિનમુન માટે એક લેખ લખ્યો હતો. આમાં તેણે ઉત્તર કોરિયા અને તેના લોકોના સમર્થન માટે આભાર માન્યો છે.
પુટિને લખ્યું કે રશિયાએ હંમેશા 'કપટી, ખતરનાક અને આક્રમક' દુશ્મન સામે ઉત્તર કોરિયાના લોકોને તેમની સ્વતંત્રતા અને ઓળખની લડાઈમાં સમર્થન આપ્યું છે અને તે આગળ પણ કરશે.