Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો, નહીંતર તમારા માન-સન્માન ઉપર અસર થશે. અચાનક થોડા ખર્ચ સામે આવી શકે છે. જો કોઇ નિર્ણય લેવામાં મુશ્કેલી આવી રહી છે તો કોઇ વડીલની સલાહ લો.

વ્યવસાયઃ- આર્થિક સ્થિતિ સારી રહેશે.

લવઃ- ઘર-પરિવારનું વાતાવરણ યોગ્ય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસની સમસ્યા વધી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે તમારા દ્વારા લેવામા આવેલો કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય સારો સાબિત થશે. ઘરના સભ્યોનો સહયોગ અને સલાહ પણ તમારા માટે લાભદાયી રહેશે. કાર્યક્ષેત્રની ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહેશો.

નેગેટિવઃ- વધારે આત્મવિશ્વાસ પણ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. શાંતિથી પરિસ્થિતિઓને સંભાળો. વાતચીત કરતી સમયે નકારાત્મક શબ્દોનો પ્રયોગ ન કરો. રોકાણ કરવા માટે સમય અનુકૂળ નથી.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે.

લવઃ- તમારા લગ્નજીવન તથા ઘર-પરિવાર માટે પણ સમય કાઢવો જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- થોડો સમય પોતાના માટે પણ કાઢવો જરૂરી છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સમયે ઉતાવળની જગ્યાએ શાંતિથી પોતાના કામને પૂર્ણ કરવાની કોશિશ કરો. બધા કાર્યો યોગ્ય રીતે સંપન્ન થતાં જશે. તમારો પોઝિટિવ વ્યવહાર અને સંતુલિત વિચાર કોઇપણ સમસ્યાને ઉકેલવામાં મદદગાર સાબિત થશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે વધારે વિચાર કરવાથી પણ પરિણામ હાથમાંથી સરકી શકે છે. એટલે યોજના બનાવવાની સાથે-સાથે તેને શરૂ કરવી પણ જરૂરી છે. વધારે અભિમાન કે પોતાને જ સર્વશ્રેષ્ઠ સમજવું ઠીક નથી.

વ્યવસાયઃ- આ સમયે માર્કેટિંગને લગતા કાર્યોને પૂર્ણ કરવા માટે સમય યોગ્ય છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે

સ્વાસ્થ્યઃ- હળવું ભોજન રાખવું.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારા મન પ્રમાણે કાર્યોમાં સારો સમય પસાર થવાથી માનસિક શાંતિ અનુભવ થશે. થોડી નવી જાણકારીઓ અને સમાચાર પણ મળશે. બાળકો તથા યુવા વર્ગ પોતાના અભ્યાસ અને કરિયર પ્રત્યે પૂર્ણ ધ્યાન આપશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમે અન્યની વાતોમાં આવીને પોતાનું નુકસાન કરી શકો છો. મનમાં કોઇ વાતને લઇને નકારાત્મક વિચાર આવશે. ધૈર્ય અને સંયમ જાળવી રાખો. પોતાના ઉપર વિશ્વાસ કરો.

વ્યવસાયઃ- કર્મચારીઓ તથા સ્ટાફનો પૂર્ણ સહયોગ રહેશે તથા કાર્યમાં પણ પ્રગતિ થશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુકૂનભર્યું રહેશે.

સ્વાસ્થ્યઃ- કફ, શરદીની પરેશાની વધી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ મહિલાઓ માટે ખાસ કરીને સુકૂન આપનાર રહેશે. નવી યોજનાઓ બનશે. જે લાભદાયી સાબિત થશે. તમારી રહેણી-કરણી તથા બોલચાલની રીત અન્ય લોકોને તમારી તરફ આકર્ષિત કરશે.

નેગેટિવઃ- તમારી ક્ષમતાથી વધારે કામ કરવાથી તમારા સ્વાસ્થ્ય ઉપર અસર પડી શકે છે. જૂની નકારાત્મક વાતોને હાવી થવા દેશો નહીં, વર્તમાનમાં જ રહેતાં શીખો. કોઇપણ કાર્યને ઉતાવળની જગ્યાએ સહજ રીતે પૂર્ણ કરવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ જળવાયેલો રહેશે.

લવઃ- કામનો ભાર વધારે રહેવાના કારણે પરિવાર માટે પણ સમય કાઢવો વાતાવરણને સુખમય બનાવશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારી કાર્યકુશળતા દ્વારા આશા કરતા વધારે લાભ મળવાની શક્યતા છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી અસ્ત-વ્યસ્ત દિનચર્યામાં પોઝિટિવ ફેરફાર આવશે. રાજનૈતિક તથા સામાજિક ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહેશો.

નેગેટિવઃ- બાળકોના એડમિશનને લઇને અસમંજસની સ્થિતિ રહેશે. આજે કોઇપણ પ્રકારની યાત્રા કરવાનું ટાળો. ધ્યાન રાખો, આળસ કે વધારે ચર્ચા-વિચારણાં કરવામાં જ તમારો સમય ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર આવી શકે છે.

લવઃ- લગ્નજીવનમાં સંબંધો વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો તથા માઇગ્રેનની પરેશાની વધી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારા કોઇ ભાવી લક્ષ્ય પ્રત્યે મહેનત અને યોગ્ય રીતે કામ કરવાથી તમને સફળતા મળશે. કોઇ પારિવારિક મામલે પણ તમારો નિર્ણય સર્વોપરિ રહેશે. રૂપિયા આવતાની સાથે જ ખર્ચની સ્થિતિ પણ રહેશે.

નેગેટિવઃ- ભાઇઓ સાથે કોઇપણ પ્રકારનો મતભેદ અને તણાવ ઊભો થવા દેશો નહીં. વધારે દેખાડાની પ્રવૃત્તિ રાખવી નુકસાન આપી શકે છે. બહારના લોકો સાથે હળતી-મળતી વખતે થોડી સાવધાની રાખો. થોડા લોકો સ્વાર્થની ભાવનાથી તમારો ઉપયોગ કરી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે કાર્ય કરવાની પોતાની પ્રણાલીમાં થોડો ફેરફાર લાવવાની જરૂરિયાત છે.

લવઃ- જીવનસાથી તથા પરિવારના લોકો સાથે ઓનલાઇન શોપિંગ કરવા અને મનોરંજનમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- થોડા જૂના મતભેદોનું નિવારણ થશે. તમારી લગન અને હિંમત દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઇ શકે છે. બાળકોને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત મળશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શકે છે.

નેગેટિવઃ- તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓને સાચવીને રાખો. સપનાની દુનિયાથી બહાર આવો તથા હકીકતને સમજવાની કોશિશ કરો. કોઇ અન્ય ઉપર વિશ્વાસ કરવો નુકસાન આપી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયમાં મહેનત વધારે અને લાભ ઓછા જેવી સ્થિતિ રહી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- માનસિક અને શારીરિક રૂપથી ખૂબ જ વધારે થાક અનુભવ થઇ શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે સમજી-વિચારીને તથા આત્મ નિરીક્ષણ કરવાનો સમય છે. જો સ્થાન પરિવર્તનને લગતી કોઇ યોજના બની રહી છે તો તેના માટે સમય અનુકૂળ છે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત થશે તથા જૂની યાદ પણ તાજા થશે.

નેગેટિવઃ- અન્યના મામલે વિના કારણે દખલ ન કરો. નહીંતર તેની ભરપાઈ ભોગવવી પડી શકે છે. કોઇ નજીક સંબંધી સાથે વાદ-વિવાદ થવાથી તેની નકારાત્મક પ્રભાવ ઘરની વ્યવસ્થા પણ પડશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આજે થોડા વિઘ્નો આવી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે અહંકાર આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓ સામે પોતાની રક્ષા કરો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર અનુકૂળ છે. નકારાત્મક પરિસ્થિતિઓથી પરેશાન થવાની જગ્યાએ સમસ્યાનો ઉકેલ શોધવાની કોશિશ કરશો તો સફળ પણ થશો. કોઇ પોલિસી મેચ્યોર થવાના કારણે રોકાણને લગતી યોજના પણ બનશે.

નેગેટિવઃ- બાળકો ઉપર વધારે પ્રતિબંધ ન લગાવો, તેનાથી તેમના મનોબળમાં ઘટાડો આવી શકે છે. દેખાડા માટે સમજ્યા-વિચાર્યાં વિના ખોટા ખર્ચ ન કરો. નકારાત્મક વાતોને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં બધા કાર્યોને જાતે જ વ્યવસ્થિત કરવાની કોશિશ કરશો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જાળવવા માટે થોડો સમય પરિવારના લોકો સાથે પસાર કરો.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝ લોકો પોતાનું વિશેષ ધ્યાન રાખે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમારા કોઇ સારા કામના કારણે તમને સોસાયટીમાં માન-સન્માન મળશે. કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય ઉપર રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો ગંભીરતાથી તેના અંગે વિચાર કરો, આ સમયે પરિસ્થિતિ અનુકૂળ છે.

નેગેટિવઃ- બધાને સુખી રાખવાની કોશિશમાં તમે પોતાનું જ નુકસાન કરી શકો છો. તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. તમારી વસ્તુઓને દેખરેખ જાતે જ કરો, ભૂલવાની શક્યતાઓ છે.

વ્યવસાયઃ- વર્તમાન સમયમાં ચાલી રહેલાં વ્યવસાય સાથે-સાથે થોડા નવા કામ પ્રત્યે પણ તમારો રસ વધશે.

લવઃ- લગ્નજીવન સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી કોઇ મુશ્કેલી ઊભી થઇ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કોઇપણ વિપરીત પરિસ્થિતિને તમે તમારા આત્મવિશ્વાસ અને સમજણ દ્વારા અનુકૂળ બનાવી લેશો. તમારી યોજનાઓને શરૂ કરવાનો યોગ્ય સમય છે. આ સમયે ભવિષ્યને બનાવેલી યોજના પ્રભાવશાળી રહેશે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓને તેમના કોઇ પ્રોજેક્ટમાં સફળતા ન મળવાથી નિરાશ રહેશે. હિંમત હારશો નહીં અને ફરી કોશિશ કરો. ઘરમાં કોઇ પ્રકારનો સુધાર કરતા પહેલાં પોતાના બજેટનું પણ ધ્યાન રાખો.

વ્યવસાયઃ- તમારી કાર્યપ્રણાલીમાં ફેરફાર તમારા વ્યવસાય માટે પોઝિટિવ રહી શકે છે.

લવઃ- કામનો ભાર વધારે રહેવાથી થોડો સમય ઘર-પરિવાર માટે પણ કાઢવો જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- તમારી ઉપર કામનો ભાર વધારે લેશો નહીં.