રાજકોટ જિલ્લાના કાગવડ ખોડલધામ મંદિરની દાનપેટીમાંથી જ રાજકોટમાં આવેલી ટ્રસ્ટની ઓફિસમાં ડ્રાઈવર તરીકે કામ કરતાં શખ્સે જ રોકડ રૂ.2.62 લાખની ચોરી કરી હતી. જે મામલે ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના પીએ અને સિક્યુરિટીમેનને જાણ થતાં ભાંડો ફૂટ્યો હતો અને રોકડ રૂપિયા સાથે ડ્રાઈવરને પકડી પોલીસને સોંપવામાં આવ્યો હતો.