અમેરિકાએ ગુરુવાર રાત્રે નાઇજીરિયામાં આતંકી સંગઠન ISIS ના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાણકારી આપી. ટ્રમ્પનો આરોપ છે કે અહીં ISIS ખ્રિસ્તીઓને નિશાન બનાવીને નિર્દયતાથી તેમની હત્યા કરી રહ્યું છે.
તેમણે ISIS ના આતંકીઓને 'આતંકી કચરો' ગણાવતા લખ્યું કે આ સંગઠન લાંબા સમયથી નિર્દોષ ખ્રિસ્તીઓની હત્યા કરી રહ્યું છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ ઓપરેશનમાં અમેરિકી સેનાએ ઘણી સચોટ (પરફેક્ટ) સ્ટ્રાઇક કરી છે.
અમેરિકી રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું કે અમેરિકા 'કટ્ટર ઇસ્લામી આતંકવાદને પાંગરવા નહીં દે.' પોસ્ટના અંતમાં ટ્રમ્પે સેનાને ક્રિસમસની શુભેચ્છાઓ આપી અને કહ્યું કે જો ખ્રિસ્તીઓની હત્યાઓ ચાલુ રહેશે, તો આગળ વધુ આતંકીઓ માર્યા જશે.
અમેરિકી રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું કે તેમના નેતૃત્વમાં અમેરિકા "કટ્ટર ઇસ્લામી આતંકવાદને ફેલાવા દેશે નહીં." પોસ્ટના અંતમાં ટ્રમ્પે સેનાને આશીર્વાદ આપતા ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે જો ખ્રિસ્તીઓની હત્યાઓ ચાલુ રહેશે, તો આગળ વધુ આતંકવાદીઓ માર્યા જશે.
ઇન્ટરનેશનલ સોસાયટી ફોર સિવિલ લિબર્ટીઝ એન્ડ ધ રૂલ ઓફ લોના એક રિપોર્ટ અનુસાર, નાઇજીરીયામાં જાન્યુઆરીથી 10 ઓગસ્ટ સુધી ધાર્મિક હિંસા વધવાને કારણે 7,000થી વધુ ખ્રિસ્તીઓની હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યાઓ પાછળ બોકો હરમ અને ચર ચરમપંથી ફુલાની જેવા આતંકવાદી સંગઠનો જવાબદાર છે.