યુપીના બલિયામાં નર્સિંગની સ્ટુડન્ટ સાથે હિન્દુ બનીને લગ્ન કરનાર મોહમ્મદ આલમનું એક વિવાદીત નિવેદન સામે આવ્યું છે. તેણે લખ્યું છે - "મેં જે કર્યું છે તેનાથી જન્નત પ્રાપ્ત થાય છે."
નર્સિંગની સ્ટુડન્ટ યુવકને હિન્દુ માનતી રહી પણ તે મુસ્લિમ નીકળ્યો. આ યુવતીએ જણાવ્યું કે આ વિવાદીત નિવેદન મોહમ્મદ આલમે બે દિવસ પહેલા જ પોસ્ટ કર્યું છે. તે પોતાના ફેસબુલ આઈડી પર આ પ્રકારની પોસ્ટ કરતો જ રહે છે. તે અવારનવાર આ પ્રકારનું સ્ટેટસ પોસ્ટ કરે છે. આ તેની હિન્દુ વિરોધી માનસિકતા દર્શાવે છે.
પીડિતાએ જણાવ્યું કે, 24 ફેબ્રુઆરી 2022ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન કર્યા પછી ખબર પડી કે તે જેને અનુજ પ્રતાપ સિંહ સમજી રહી હતી તે મોહમ્મદ આલમ છે. જ્યારે રહસ્ય ખુલ્યું ત્યારે અત્યાચાર ગુજારવાનું શરૂ થયું. મારા પતિને મોહમ્મદ આલમના ભાઈઓએ પણ ડ્રગ્સના ઈન્જેક્શન આપીને મારી સાથે બળાત્કાર કર્યો હતો.
વીડિયો ક્લિપ બનાવી. મેં કેસ લખાવ્યો ત્યારે તેમણે ક્લિપ વાયરલ કરવાની ધમકી આપી હતી. દબાણમાં આવીને સમાધાન કર્યું, પછી ફાયરિંગ કરાવી દીધું. 2 ગોળી પીઠના ભાગે વાગી, કોઈક રીતે મારો જીવ બચી ગયો. જ્યારે જેમતેમ કરીને તેમની ચુંગલમાંથી બહાર નીકળી તે એસિડ ફેંકવાની અને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકીઓ મળવા લાગી.
આખો પરિવાર લવ જેહાદી છે- પીડિતા
વિદ્યાર્થિનીએ જણાવ્યું કે તેનો આખો પરિવાર લવ જેહાદી છે. તેના નાના ભાઈ શાહઆલમે પણ હિન્દુ વિદ્યાર્થિનીને ફસાવીને તેની સાથે લગ્ન કર્યા હતા. તેનું 2020માં શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું હતું. મોટો ભાઈ મોહમ્મદ અસલમ એક ખ્રિસ્તીની મિલકત હડપ કરવા માટે ખ્રિસ્તી બની ગયો હતો. આ પછી, યુવતીનો પણ શંકાસ્પદ સંજોગોમાં અકસ્માત થયો હતો. તે પણ છ મહિના પછી મૃત્યુ પામ્યો. થોડા દિવસો પછી તે છોકરીની માતાનું પણ શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. હવે તેની કરોડોની સંપત્તિ મોહમ્મદ અસલમના કબજામાં છે. વિદ્યાર્થિનીનું કહેવું છે કે આ આખો પરિવાર લવ જેહાદી છે. આમાં મોહમ્મદ આલમની માતા પણ મળેલી છે.
વિદ્યાર્થિનીએ કહ્યું, ઓળખ છુપાવીને, આલમે તેને અનુજ પ્રતાપ સિંહ ઉર્ફે સોનુના નામે પ્રેમની જાળમાં ફસાવી, તેણે દરેક યુક્તિ અપનાવી, જેથી તે વિશ્વાસ કરી શકે કે તે હિન્દુ છે. તે અવારનવાર સુતેલા હનુમાન મંદિર, સિવિલ લાઈન્સ હનુમાન મંદિરે જતો હતો. લગ્ન પહેલાં કાશી વિશ્વનાથ મંદિરની પણ મુલાકાત લીધી હતી. આટલું જ નહીં, વિંધ્યવાસિની દેવી મંદિરે પણ ગયો. કપાળ પર તિલક લગાવવાની સાથે પ્રસાદ પણ ચઢાવતો હતો અને આરતી પણ ઉતારતો હતો.