Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતે વન-ડે વર્લ્ડ કપ 2023માં સતત છઠ્ઠી જીત હાંસલ કરી છે. ટીમે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડને હરાવ્યું છે. ટીમ છેલ્લે 2003માં ડરબનના મેદાન પર 82 રને જીતી હતી.


લખનઉના એકાના સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 229 રન બનાવ્યા હતા. 230 રનના ટાર્ગેટને ચેઝ કરવા આવેલી ઇંગ્લેન્ડની ટીમ 34.5 ઓવરમાં 129 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતીય બોલિંગ સામે ઇંગ્લિશ બેટર્સ પાણીમાં બેસેલા જોવા મળ્યા હતા. મોહમ્મદ શમીએ 4 અને જસપ્રીત બુમરાહે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાની સ્પિન જોડીએ 3 બેટર્સને પેવેલિયન મોકલ્યા હતા.

પાવરપ્લેમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ ઇંગ્લેન્ડની બેટિંગ દબાણમાં આવી ગઈ હતી. ભારતીય બોલરોએ તેનો ફાયદો ઉઠાવ્યો. કેપ્ટન રોહિત શર્માએ આક્રમક બોલિંગ ચાલુ રાખી હતી. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કુલ 34.5 ઓવરમાંથી રોહિતે ફાસ્ટ બોલરો તરફથી 19.5 ઓવર ફેંકી હતી.

આ દરમિયાન કુલદીપ અને જાડેજાએ મિડલ ઓર્ડરના બેટર્સને આઉટ કર્યા હતા. ત્યારબાદ શમી-બુમરાહે ટેલલેન્ડર્સને આઉટ કર્યા. ઇંગ્લેન્ડની ટીમે છેલ્લી 24 ઓવરમાં 89 રન બનાવીને 6 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમનો કોઈ બેટર્સ 30+ રન બનાવી શક્યો નહોતો.