માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે કહ્યું છે કે જો ભારત ન હોત તો આપણી અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ હોત.
સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા, નશીદે કહ્યું કે તેમના દેશની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે જો ભારતે સમયસર મદદ ન કરી હોત તો માલદીવ નાદાર (ડિફોલ્ટ) થઈ ગયો હોત.
2022-23માં પર્યટનના પતનને કારણે માલદીવ ઊંડા આર્થિક સંકટમાં ફસાઈ ગયું. તેનું વિદેશી દેવું વધી ગયું હતું અને ડોલરની તીવ્ર અછત હતી. ભારતે અનાજ-ઈંધણ પુરવઠો અને ક્રેડિટ લાઇન પૂરી પાડીને માલદીવને ડિફોલ્ટથી બચાવ્યો.
નશીદનું આ નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માલદીવ પ્રવાસ પહેલા આવ્યું છે. પીએમ મોદી 25 અને 26 જુલાઈના રોજ માલદીવની મુલાકાતે રહેશે. આ દરમિયાન તેઓ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.