મહાનગરપાલિકા સંચાલિત સિટીબસ મામલે છાશવારે વિવાદો પ્રકાશમાં આવતા રહે છે. બુધવારે શહેર કોંગ્રેસના આગેવાને એક વીડિયો ફરતો કર્યો હતો અને ત્રિકોણબાગથી ત્રંબા રૂટની બસના ડ્રાઇવર અને કંડક્ટર દ્વારા મુસાફરો પાસેથી પૈસા પડાવી ટિકિટ નહીં આપી તોડ કરાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
શહેર કોંગ્રેસના આગેવાન અરવિંદભાઇ મુછડિયાએ એક વીડિયો ફરતો કર્યો હતો, જેમાં પોતે ત્રિકોણબાગથી ત્રંબા રૂટની સિટીબસમાં બેઠા હતા. અરવિંદભાઇએ આક્ષેપ કર્યો હતો કે, ત્રિકોણબાગથી બસ ઉપડી અને જેટલા સ્ટેશન પર બસ ઊભી રહી હતી અને મુસાફરો બસમાં બેસતા હતા તેમ તેમ બસનો કંડક્ટર મુસાફરો પાસેથી ટિકિટના નામે પૈસાના ઉઘરાણા કરતો હતો પરંતુ પૈસા લીધા બાદ ટિકિટ આપતો નહોતો.