જસપ્રીત બુમરાહે ઇતિહાસ રચ્યો છે. તે ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ મેળવનાર ભારતનો પહેલો ફાસ્ટ બોલર બન્યો છે.
2023ના અંતમાં પીઠની ઈજા બાદ ટેસ્ટ ક્રિકેટમાં પરત ફરેલા બુમરાહે ઈન્ડિયા અને બહાર બંને પરિસ્થિતિઓમાં શાનદાર બોલિંગ કરી છે. બુમરાહની બોલિંગથી ભારતે ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે શ્રેણી જીતી હતી. તેણે તાજેતરમાં જ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે 32 વિકેટ ઝડપી હતી. 2024માં બુમરાહે ટેસ્ટમાં કુલ 71 વિકેટ ઝડપી છે, આથી તેને ICC ટેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ મળ્યો છે
ભારતીય મહિલા ટીમની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને મહિલા વનડે ક્રિકેટર ઓફ યરનો ખિતાબ મળ્યો છે. તેણે ગયા વર્ષે વનડેમાં 4 સદી ફટકારી હતી. મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે 29 બોલમાં 29 રન બનાવીને વર્ષની શરૂઆત કરી હતી. આ પછી તેણે આગામી વનડે માટે છ મહિના રાહ જોવી પડી. મંધાનાએ 2024માં ત્રણ અડધી સદી પણ ફટકારી છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 136 રન હતો.
સ્મૃતિના 747 રન તેના દ્વારા એક કેલેન્ડર વર્ષમાં બનાવેલા સૌથી વધુ રન છે. ગયા વર્ષે તેણે 57.86ની એવરેજ અને 95.15ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. મંધાનાએ 2024માં 95 ફોર અને 6 સિક્સર ફટકારી છે.