Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશના 50 ટકાથી વધુ નાના ખેડૂતો પર ખરાબ હવામાનની વિપરીત અસર પડી છે. ખરાબ હવામાનને કારણે તેમનો અડધાથી વધુ પાક બરબાદ થઈ ગયો છે. દેશના નાના ખેડૂતોની સ્થિતિ પર ડેવલપમેન્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા કરવામાં આવેલા બીજા વાર્ષિક સરવેમાં આ વાત સામે આવી છે.


સરવેમાં દેશભરમાંથી 6,615 ખેડૂતોને સામેલ કરાયા હતા. તેમાં એવા ખેડૂતોનો સમાવેશ થાય છે જેમની પાસે 1 હેક્ટર સુધીની ખેતીની જમીન હતી. હવામાનની ઘટનાઓને કારણે પાક નિષ્ફળ જવાની સમસ્યા છેલ્લાં 5 વર્ષથી સતત વધી રહી હોવાનું પણ સરવેમાં બહાર આવ્યું છે. છેલ્લાં 5 વર્ષમાં નાના ખેડૂતોને ઓછામાં ઓછો એક તૃતીયાંશથી અડધો પાક નષ્ટ થઈ રહ્યો છે.

છેલ્લાં 5 વર્ષમાં ડાંગરની ખેતી કરતા 50% ખેડૂતો અને ઘઉંની ખેતી કરતા 40%થી વધુ ખેડૂતોએ તેમના અડધાથી વધુ પાક નિષ્ફળ ગયો છે. નોંધનીય છે કે આબોહવા પરિવર્તનના લીધે અવાર-નવાર કમોસમી વરસાદને લધી પણ ખેડૂતોના પાક નાશ પામતા હોય છે. તો ઘણી વખત વરસાદના અભાવે પણ પાકને નુકસાન થતાં હોય છે.