શ્રીલંકાએ ઈતિહાસ બદલ્યો છે અને 27 વર્ષ બાદ ભારતને ODI શ્રેણીમાં હરાવ્યું છે. ટીમે કોલંબોમાં ત્રીજી ODI 110 રને જીતી હતી. બુધવારે શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને 7 વિકેટ ગુમાવીને 248 રન બનાવ્યા. ભારત 26.1 ઓવરમાં 138 રનમાં સમેટાઈ ગયું હતું.
શ્રીલંકા તરફથી અવિષ્કા ફર્નાન્ડોએ 96, કુસલ મેન્ડિસે 59 અને પથુમ નિસાંકાએ 45 રન બનાવ્યા હતા. ભારત તરફથી ડેબ્યૂ કરી રહેલા રિયાન પરાગે 3 વિકેટ ઝડપી હતી. બેટિંગમાં રોહિત શર્માએ 35 રન, વોશિંગ્ટન સુંદરે 30 રન, વિરાટ કોહલીએ 20 રન અને રિયાન પરાગે 15 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી દુનિથ વેલ્લાગેએ 5 વિકેટ ઝડપી હતી. જેફરી વાંડરસે અને મહિષ થિક્સાનાને 2-2 વિકેટ મળી હતી.