શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ પાસે આરોગ્યમ હોસ્પિટલના સંચાલક તબીબના મેડિકલ સ્ટોરમાં કામ કરતા પૂર્વ કર્મચારી સહિત બે શખ્સએ રૂ.6.40 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ કરતા માલવિયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.
રૈયા રોડ પર પેસિફિક હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા અને આરોગ્ય હોસ્પિટલ ચલાવતા ડો.વિવેક બિપીનભાઇ ખખ્ખરએ તેની હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં કામ કરતો મોટામવા રોડ પર સ્પત્ક એપાર્ટમેન્ટમાં રહેતો હાર્દિક અનિલકુમાર ભડાણિયા અને જયેશસિંહ બનેસિંહ વાઘેલા સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને 2021માં મિરેકલ ડોક્ટર હાઉસમાં આરોગ્યમ હોસ્પિટલ શરૂ કરી હતી અને હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર પણ શરૂ કર્યો હતો જેમાં તેને તેના મિત્ર તબીબ ડેનિશ માકડિયાનો પિતરાઇ ભાઇ હાર્દિકને નોકરી પર રાખ્યો હતો.