Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, 2019માં પિતા સાથે પોસ્ટ ઓફિસ ગઇ હતી. ત્યારે દેવરાજનો ભેટો થયો હતો. વાતચીતમાં તે ઉદયપુરમાં એસીબી ક્રાઇમબ્રાંચમાં નોકરી કરતો હોવાનું કહ્યું હતું. જેથી તેને પોતાની તમામ વિગતો જણાવી હતી ત્યારે દેવરાજે તેની અન્ડરમાં રાઇટર તરીકેનું જોબવર્કની નોકરી છેની વાત કરી મોબાઇલ નંબરની આપલે કરી હતી. જોબવર્કની હા પાડી હતી.

પરંતુ તે કામમાં સારું વળતર નહિ મળતા નોકરીની ના પાડી હતી. ત્યારે દેવરાજે ઉદયપુરમાં પોતાના રાઇટર તરીકે નોકરીની વાત કરી હતી. અન્ય યુવતીઓ પણ નોકરી કરતી હોવાનું કહ્યું હતુ. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી દેવરાજને હા પાડી હતી. ત્યાર બાદ દેવરાજે પોતાને આર વર્લ્ડ સિનેમા પાસે આવેલા કપલ બોકસમાં મળવા બોલાવી નોકરીની લાલચ આપી પહેલી વખત દુષ્કર્મ આચર્યુ હતુ. 2020ના જાન્યુઆરી મહિનામાં દેવરાજ ઉદયપુર લઇ જઇ ત્યાંની કોર્ટમાં પોતાના અભ્યાસ સહિતના દસ્તાવેજો મેળવી ફોર્મ ભરાવડાવી સહીઓ કરાવી હતી.

દેવરાજે ઉદયપુરમાં પણ પોતાની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. અહિં દેવરાજે કોઇને વાત નહિ કરવાનું કહી ધમકી આપી હતી. દેવરાજની દાનતથી પોતે રાજકોટ આવી ગઇ હતી. રાજકોટમાં પણ તેને નોકરીની લાલચ બતાવી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. દેવરાજ નોકરીની ખોટી વાતો કરતો હોવાની ખબર પડી જતા તેને મળવાની ના પાડી દીધી હતી. જેથી તેને પોતાને અને પિતાને જેલમાં પુરાવી દેવાની ધમકી દીધી હતી. બ્લેકમેઇલ કરી અવારનવાર દેવરાજ દુષ્કર્મ આચરતો હોય અંતે કંટાળીને પ્રદ્યુમ્નનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી દેવરાજ હાલ જેલહવાલે હોય પીઆઇ એમ.આર. ગોંડલિયા સહિતના સ્ટાફે આરોપીનો કબજો મેળવવા તજવીજ હાથ ધરી છે.