એક તરફ સ્થાનિક શેરબજારમાં રિટેલ રોકાણકારોને સ્મોલ અને મિડકેપ શેર્સમાં ડબલ ડિજિટમાં રિટર્ન મળી રહ્યું છે અને SME IPOમાં નાણાં બમણા થઈ રહ્યા છે. આ દરમિયાન બ્લુ ચિપ શેરના રોકાણકારો તેમની પીડા વ્યક્ત કરી શકતા નથી. જેમના ટોચના શેર્સ બેન્ચમાર્ક સેન્સેક્સના રિટર્નને પણ હરાવવામાં નિષ્ફળ રહ્યા છે. એક વિશ્લેષણ અનુસાર, 27 સપ્ટેમ્બર સુધીના છેલ્લા બે વર્ષમાં BSE 500 ઇન્ડેક્સમાં સમાવિષ્ટ 158 શેરોએ નેગેટિવ રિટર્ન આપ્યું છે. જ્યારે આ સમયગાળા દરમિયાન BSE 500 ઇન્ડેક્સ 13.73% વધ્યો છે.
એ જ રીતે, છેલ્લા બે વર્ષમાં BSE સેન્સેક્સે 10.11% નું પોઝિટીવ રિટર્ન આપ્યું છે, પરંતુ રિલાયન્સ, HDFC, કોટક મહિન્દ્રા બેંક, ઇન્ફોસિસ અને TCS જેવા મોટા શેરોમાં 6% થી 15% નો ઘટાડો જોવા મળ્યો છે.
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. (RIL) ના શેર પણ મંદીના પ્રકોપથી બચ્યા નથી. ટેક્નિકલ રીતે જોઈએ તો આ સ્ટોક ચાર્ટ પર ઓવરસોલ્ડ ઝોનમાં છે. આ સમયગાળા દરમિયાન RIL 6% ઘટ્યો છે. એશિયન પેઈન્ટ્સ 4% અને બર્જર પેઈન્ટ્સ બે વર્ષમાં 13% ઘટ્યું છે કારણ કે રોકાણકારો માત્ર ક્રૂડની વધતી કિંમતો વિશે જ નહીં પરંતુ ગ્રાસિમ જેવા નવા ખેલાડીઓના વિક્ષેપના ભયથી પણ ચિંતિત છે. આગળ જતા હજુ ટોચની કંપનીમાં ઘટાડાનું અનુમાન છે.