રાજકોટ મહાનગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં સારા ગુણ મેળવવા માટે હવે આકરી કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે ગંદકી કરતા એકમોને માત્ર વહીવટી ચાર્જ જેટલી મામૂલી સજા કરવાને બદલે ધંધા-રોજગાર જ બંધ કરી દેવા એકમોને સીલ કરી દેવામાં આવે છે. આ કામગીરી છેલ્લા કેટલાક સમયથી બંધ હતી. ઘણા વિસ્તારોમાંથી સારા પરિણામો મળવાના શરૂ થયા હતા. જો કે, ફરીથી સ્થિતિ બગડતા એક જ દિવસમાં આઠ દુકાનો સીલ કરી હતી. હવે આ તમામ પાનના ગલ્લાઓએ ધંધો શરૂ કરવા મનપાને પોતે ગંદકી નહીં કરે તેવું કહેવું પડશે. ત્યારબાદ ક્યારે સીલ ખુલે તે નક્કી નહીં.
150 ફૂટ રિંગરોડ પર જે ગલ્લા સીલ થયા તેમાં ખોડલ પાન, માધવ ડીલક્સ પાન, પટેલ પાન, પ્યાસા પાન, શ્રી ઉમિયાજી પાન, આદ્યશક્તિ હોટેલ, બજરંગ પાન અને ક્રિષ્ના પાનનો સમાવેશ થાય છે.