રાજકોટમાં મિલકત ખરીદી પૂર બહારમાં ખીલી છે. ગત જાન્યુઆરી 2025 માસ દરમિયાન રીયલ એસ્ટેટ ઉદ્યોગની ગાડી સડસડાટ દોડી હતી. માત્ર જાન્યુઆરી માસ દરમિયાન રાજકોટ શહેર-જિલ્લામાં 13,782 મિલકતોના દસ્તાવેજોની નોંધણી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં થવા પામી છે. જેના પગલે આ દસ્તાવેજોની નોંધણી ફી અને યુઝડ ડ્યુટીની 74,79,99,685ની આવક રાજ્ય સરકારની તિજોરીમાં થઈ છે. જેમાં શહેરના મોરબી રોડ વિસ્તારમાં સૌથી વધુ 1,666 મિલકતોનું વેચાણ થવા પામી છે. મોરબી રોડ વિસ્તારમાં મિલકતોની ખરીદી માટે છેલ્લા લાંબા સમયથી એવરગ્રીન રહ્યો છે. જેના થકી ફી અને ડ્યુટી પેટે આ એક ઝોનની જ 82,884,546ની આવક સરકારની તિજોરીમાં પડી છે. આવી જ રીતે મવડી વિસ્તારમાં પણ 1,307 મિલકતોનું વેચાણ થતા તેની ઝોન-6ની સબરજિસ્ટ્રાર કચેરીમાં થવા પામી છે.
રાજકોટ રૂરલમાં 709 મિલકતોનું વેચાણ જ્યારે રૈયા વિસ્તારમાં 1232 રાજકોટ-3માં 863 રાજકોટ-1માં 849, કોઠારીયા વિસ્તારમાં 1016 મવામાં 798 અને રાજકોટ રૂરલમાં 709 મિલકતોની ગત જાન્યુઆરી માસ દરમિયાન વેચાણ થતા સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની એન્ટ્રી પડી છે. જ્યારે ઉપલેટા તાલુકામાં 417, ગોંડલ તાલુકામાં 1298, જેતપુર તાલુકામાં 757, ધોરાજી તાલુકામાં 375, કોટડાસાંગાણીમાં 508, લોધીકામાં 1026, જામકંડોરણામાં 124, જસદણમાં 493, પડધરીમાં 245, વિંછીયામાં 99 તેમજ રાજકોટ રૂરલમાં 709 મિલકતોનું વેચાણ થવા પામેલ છે.