ભારતની અંડર-19 ટીમે ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે રમાઈ રહેલી 3 મેચની સિરીઝ જીતી લીધી છે. બીજી અંડર-19 ODIમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું હતું. પુડુચેરીમાં રમાઈ રહેલી મેચમાં ઓપનર સાહિલ પારખની સદીના કારણે ભારતે મેચ જીતી લીધી હતી.
સોમવારે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કાંગારૂ ટીમ 176 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતે માત્ર 22 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ટીમ તરફથી સાહિલ પારખે 109 રન અને અભિજ્ઞાન કુંડુએ 53 રન બનાવ્યા હતા. સમર્થ નાગરાજ, મોહમ્મદ ઇનાન અને કિરણ ચોરમલેએ 2-2 વિકેટ લીધી હતી. પ્રથમ વન-ડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવ્યું હતું. ત્રીજી અને છેલ્લી મેચ 26 સપ્ટેમ્બરે રમાશે.
ઓસ્ટ્રેલિયાએ છેલ્લી 4 વિકેટ 26 રનમાં ગુમાવી દીધી રિલે કિંગ્સલે અને એલેક્સ લી યંગે કાંગારૂ ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. મોહમ્મદ ઈનાને 36 રનના સ્કોર પર ટીમની પ્રથમ વિકેટ લીધી હતી. તેણે એલેક્સ લી યંગને 19 રનના સ્કોર પર બોલ્ડ કર્યો હતો. આ પછી રિલે કિંગ્સલે 15 રને રનઆઉટ થયો હતો. કેપ્ટન ઓલિવર પીક 15 રન બનાવીને કિરન ચોરમલે આઉટ થયો હતો.