ઇઝરાયલની સેનાએ શનિવારે ગાઝાની એક સ્કૂલ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં 16 લોકોના મોત થયા હતા અને 75થી વધુ લોકો ઘાયલ થયા હતા. અલ જઝીરા અનુસાર, આ સ્કૂલ યુનાઈટેડ નેશન્સ (UN)ની હતી, જ્યાં શરણાર્થીઓએ આશરો લીધો હતો.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઇઝરાયલની સેનાએ પહેલા સ્કૂલને ઘેરી લીધી અને પછી હુમલો કર્યો હતો. ઇઝરાયલના હુમલાને કારણે સ્કૂલની ઈમારત ધરાશાયી થઈ ગઈ, જેમાં બાળકો ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકો બચાવ કામગીરી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં બે બાળકોનો બચાવ થયો છે જેમાંથી એક બાળકીને હાથમાં ગંભીર ઈજા થઈ છે. બીજા બાળકના ચહેરા અને માથા પર ઈજા થઈ છે.