વર્ષ 2022 દરમિયાન વધુ વોલેટિલિટી તેમજ ઉચ્ચ વ્યાજદરના માહોલને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર થતા ખાસ કરીને સ્મોલકેપમાં વધુ વોલેટિલિટી જોવા મળી હતી. BSEના પ્રમુખ 30 શેર્સ રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા ત્યારે બીજી તરફ સ્મોલ સ્ટોક્સનું પરફોર્મન્સ નબળુ હતું અને BSE સ્મોલકેપ ઇન્ડેક્સમાં આ વર્ષે 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. તેની તુલનાએ, BSE સેન્સેક્સ 27 ડિસેમ્બર સુધીમાં 2,673 પોઇન્ટ્સ અથવા 4.58 ટકા વધ્યો હતો.
સ્મોલ અને મિડકેપ શેર્સનું પરફોર્મન્સ અપેક્ષા કરતાં નબળુ રહ્યું હતું જો કે વર્ષ 2023 દરમિયાન માર્કેટમાં ફરીથી તેજીનો ઘોડો દોડશે તેવો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો. વર્ષ 2022 દરમિયાન ફુગાવો, રશિયા-યુક્રેન યુદ્વ તેમજ ઉચ્ચ વ્યાજદર અને વૈશ્વિક અનિશ્વિતતાઓ વચ્ચે પણ ભારતનું ઇક્વિટી માર્કેટ સ્થિતિસ્થાપકતા જાળવી રાખવામાં સફળ રહ્યું હતું તેમજ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારું ઇક્વિટી માર્કેટ સાબિત થયું હતું. આવકના નબળા આંકડા તેનું મુખ્ય કારણ છે.
સ્મોલકેપ 31,304.44 સર્વોચ્ચથી 8 ટકા દૂર
2022માં 18 જાન્યુઆરીના રોજ સ્મોલકેપ ઇન્ડેક્સ 31,304.44 પોઇન્ટના સર્વોચ્ચ સ્તરે નોંધાયો હતો 20 જૂનના રોજ 23,261.39 સાથે 52 સપ્તાહના નીચલા સ્તરે જોવા મળ્યો હતો. જે અત્યારે 28645.49 ક્વોટ થઇ રહ્યો છે. આમ ટોચછી 8 ટકા દૂર છે. મિડકેપ ઇન્ડેક્સ 27 ડિસેમ્બર સુધી 215 પોઇન્ટ વધ્યો હતો. જે 20 જૂનના રોજ 20,814 સાથ 52 સપ્તાહના તળિયે હતો.