વડોદરા રહેતા બોયફ્રેન્ડ સાથે અણબનાવ થતા હૈદરાબાદથી આવેલી યુવતીએ પોતાને ડ્રગ્સનો ઓવરડોઝ આપી ગોત્રી વિસ્તારમાં યુવકે ત્રણ દિવસ ગોંધી રાખી પોતાને વેચી દેવા માટેનો કારસો ગયો હોવાની કથની સયાજી હોસ્પિટલ ના પરિસર માંથી હેલ્પલાઇનને ફોન કરી જણાવતા પોલીસ તંત્ર અને હોસ્પિટલના તબીબોમાંં હડકંપ મચ્યો હતો. રાવપુરા અને ગોરવા પોલીસે આખરે સાંજે યુવતી અને તેના બોયફ્રેન્ડ વચ્ચે ફરી મનમેળ થતાં યુવતીએ ફરિયાદ કરવાનો ઇન્કાર કરી હૈદરાબાદ જવા રવાના થઈ હતી.
અન્ય રાજ્યમાંથી આવેલી 22 વર્ષે યુવતીની ચોંકાવનારી વિગતોને પગલે પોલીસ તંત્ર અને સયાજી હોસ્પિટલના તબીબો દોડતા થયા હતા.યુવતીએ તરકટ અંગે ઉપજાવી કાઢેલી કથની પોલીસને જણાવતા કહ્યું હતું કે, તે બે વર્ષથી હૈદરાબાદમાં નોકરી કરે છે.મૂળ મધ્યપ્રદેશની રહેવાસી છે. હૈદરાબાદમાં જ તેને એક યુવતી સાથે સંપર્ક થયો હતો.તેણે વડોદરામાં આઇટી ક્ષેત્રમાં સારી નોકરી મળશે અને વધુ પગાર મળશે તેવી વાત કરી વડોદરાના એક યુવકનો સંપર્ક કરાવ્યો હતો. યુવક સાથે ટેલિફોનિક વાતચીતમાં વડોદરા આવવા જણાવી ઈચ્છા થાય તો નોકરી કરજે તેમ કહેતા તે વડોદરા બસ મારફતે એક તારીખે વડોદરા આવી હતી.
હાઇવે ઉપર મળવા માટે યુવકનેે મળી હતી. વડોદરાની એક હોટલમાં એક રાત રાખી ત્યાંથી અન્ય યુવક સંપર્ક કરાવી ગોત્રી વિસ્તારમાં અન્ય યુવકના ઘરે ત્રણ દિવસ ગોંધી રાખી હતી યુવતી ભાનમાં ન આવે તે માટે તેને ડ્રગ્સના ઓવરડોઝ અપાતા અને ઈલેક્ટ્રીક શોક પણ અપાતા હતા. યુવતી ભાનમાં આવતા તેણે પોતાને વેચી દેવા માટેની વાતચીત બંને યુવક કરી રહ્યા હોવાનું સાંભળતા તે ત્યાંથી હોટલમાં એક દિવસ રહેવું છે તેમ કહી ભાગી છુટ્ટી અને સયાજી હોસ્પિટલમાં પહોંચી હોવાનું પોલીસને જણાવતા તંત્ર દોડતું થયું હતું .