શહેરમાં કોઠારિયા ગામે રહેતા યુવાને પોતાના ઘેર આપઘાત કરી લીધો હતો. ત્રણ બહેનોના એકના એક ભાઇના મોતથી તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
કોઠારિયા ગામે ગોપાલ હેરિટેજ સરકારી સ્કૂલ પાસે રહેતો અર્જુનભાઇ હરેશભાઇ ડવ (ઉ.વ.22) એ પાતાનો ઘેર ઉપરના માળે હતો ત્યારે પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતા પરિવારો જોઇ જતા તેને ઉતારી બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના જમાદાર હરપાલભાઇ સોલંકી સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક બે બહેનોમાં એકના એક ભાઇ હોવાનું અને એક વર્ષ પહેલા જ તેના લગ્ન થયા હતા અને સંતાન ન હોવાનું તેમજ કારખાનામાં મજૂરીકામ કરતો હોવાનું પરિવારે જણાવતા પોલીસે યુવકના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે