વૈશ્વિક સ્તરે ભારતીય અર્થતંત્રમાં મજબૂત ગ્રોથનો ફાયદો ઇક્વિટી માર્કેટને ફળ્યો છે. ભારતીય શેરમાર્કેટમાં મજબૂત તેજીના પગલે કંપનીઓની માર્કેટકેપમાં પણ આકર્ષક વધારો જોવા મળ્યો છે. બીએસઇ ખાતે લિસ્ટેડ 4,700થી વધુ કંપનીઓમાં 100 કંપનીઓ એક ટ્રિલિયન ક્લબમાં સામેલ થઇ છે. 2024માં શેરમાર્કેટમાં સરેરાશ 11 ટકાથી વધુ તેજીના કારણે વધુ 26 કંપનીઓ એક ટ્રિલિયન માર્કેટકેપમાં સમાવેશ થઇ છે.
કુલ માર્કેટકેપ 451 લાખ કરોડ પહોંચી છે જેમાં માત્ર 100 કંપનીઓનો હિસ્સો 291 લાખ કરોડથી વધુનો એટલે કે સરેરાશ 65 ટકા રહ્યો છે. કોરોના મહામારી બાદ વિશ્વમાં ભારતીય અર્થતંત્ર ઝડપભેર કટોકટીમાંથી બહાર આવતા એક ટ્રિલિયન ક્લબમાં સરેરાશ 70થી વધુ કંપનીઓ જોડાઇ છે. પીએસયુ કંપનીઓનો દબદબો રહ્યો છે. કુલ 101 કંપનીઓમાંથી એક ચતુર્થાંશ એટલે કે 24 કંપનીઓ પીએસયુ સેગમેન્ટની છે જ્યારે કુલ માર્કેટકેપમાં 58 લાખ કરોડનું યોગદાન પીએસયુ કંપનીઓનું રહેલું છે. સેન્સેક્સ 80,397.17 પોઇન્ટ અને નિફ્ટી 24,443.60 પોઇન્ટની નવી ઊંચાઇએ પહોંચ્યા છે.
જાહેર ક્ષેત્રની કંપનીના શેરમાં તેજીથી કંપનીઓ ઝડપી ટ્રિલિયન ક્લબમાં પહોંચી, 100 કંપનીની સરેરાશ વેલ્યૂ 290 લાખ કરોડ રૂપિયાને પાર થઈ