Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલ પૂરતી વરસાદની શક્યતાઓ નહિવત્ પ્રમાણમાં છે. કારણ કે, સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશોમાં હાલમાં ઉત્તર દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે. જે ભેજયુક્ત ન હોવાથી આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ નહિવત્ પ્રમાણમાં છે. ક્યાંક કોઇ સ્થળ પર હળવો વરસાદ વરસી શકે છે. તદુપરાંત આજે હવામાન વિભાગે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના સીમ વિસ્તારના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. કારણ કે, બંગાળની ખાડી પર સર્જાયેલું સાયકલોનિક સર્ક્યુલેશન આગળ વધીને વેલ્માર્ક લો પ્રેસરથી થોડું વધુ સક્રિય બનીને ડિપ્રેશનમાં ફરેવાયું છે. જેને કારણે મધ્ય પ્રદેશ અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.


હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. તેને કારણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ ત્રણ સિસ્ટમમાં માનસુન ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધીનો ઓફ શોર ટ્રફ જવાબદાર રહેશે. તેને કારણે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત અને પૂર્વ કરફ મધ્ય પ્રદેશ સાથે જોડાયેલા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને નર્મદામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ તો છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની શક્યતાને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.