ભારતીય ઑફ સ્પિનર અશ્વિનના પિતા રવિચંદ્રને કહ્યું કે તેમનો પુત્ર પ્લેઇંગ-11માં પસંદ ન થવાથી ગુસ્સે હતો. વિદેશમાં યુવા ઓફ સ્પિનરને સ્થાન આપવું તેના માટે અપમાન જેવું લાગતું હતું. કદાચ આ અપમાનને કારણે અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો.
18 ડિસેમ્બરે, બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ડ્રો થઈ હતી. અશ્વિને મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. એજન્સીના રિપોર્ટ અનુસાર, અશ્વિને રોહિતને કહ્યું હતું કે જો તેને પ્લેઇંગ-11માં સ્થાન ન મળે તો સારું રહેશે કે તે ટીમ સાથે પ્રવાસ પણ ન કરે.
પિતાને નિવૃત્તિની જાણ ન હતી રવિચંદ્રને ન્યૂઝ-18ને કહ્યું, 'મને પણ નિવૃત્તિ વિશે બુધવારે જ ખબર પડી. નિવૃત્તિ એ તેનો અંગત નિર્ણય છે, હું તેને રોકવા માગતો નથી, પરંતુ તેણે જે રીતે નિવૃત્તિ લીધી તેના ઘણા કારણો હોઈ શકે છે. આ વાત ફક્ત અશ્વિન જ જાણે છે