આજથી સૌથી મોટી રમત મહાકુંભ ઓલિમ્પિક ગેમ્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. 4 વર્ષમાં એકવાર યોજાતી આ ગેમ્સ આ વખતે ફ્રાન્સની રાજધાની પેરિસમાં યોજાશે. જ્યાં 3,800 કલાકથી વધુ લાઈવ સ્પોર્ટ્સ હશે.
ઓપનિંગ સેરેમનીહ આજે રાત્રે 11 વાગ્યે થશે, આ સાથે ઓલિમ્પિકની સત્તાવાર શરૂઆત થશે. આ વખતે ઓલિમ્પિકમાં 32 રમતોમાંથી 329 ગોલ્ડ મેડલ દાવ પર છે. જેમાં 206 એસોસિયેશન અને દેશોના 10,500 ખેલાડીઓ ભાગ લેશે.
ઓપનિંગ સેરેમની આજે રાત્રે 11 વાગ્યે પેરિસની સીન નદીથી શરૂ થશે. તેમાં તમામ દેશો અને ખેલાડીઓ ભાગ લેશે. દરેક દેશ પરેડ ઑફ નેશન્સમાં ભાગ લેશે. ઓપનિંગ સેરેમની સાથે ઓલિમ્પિકની સત્તાવાર શરૂઆત થશે. 11 ઑગસ્ટના રોજ ક્લોઝિંગ સેરેમની છે, આ સાથે ઓલિમ્પિક્સ સત્તાવાર રીતે સમાપ્ત થશે.