Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટનાં ગોંડલ રોડ ઉપર લોહાનગરમાં કોલેરાના 2 કેસ સામે આવતા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી અને તેમની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામા આવ્યુ હતું. પહેલાં પોણા 2 વર્ષ અને બાદમાં 6 વર્ષનાં બાળકને કોલેરા પોઝિટિવ આવ્યો હતો. અહીં 1,500 લોકોનુ સઘન ચેકિંગ કરવામા આવ્યું હતું. અલગ અલગ ઘરોમાં સેમ્પલ લેવામાં આવ્યું હતું. 6 જેટલાં ઝાડા-ઊલ્ટીના કેસો સામે આવ્યા હતા. જે દરમિયાન અહીં ભારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. 448 ઘરોનું ચેકિંગ કરવામા આવ્યું હતું. દૂષિત પાણી અને સેનિટેશનની યોગ્ય વ્યવસ્થા ન હોવાનુ સામે આવ્યું છે તો ખુલ્લામાં શૌચ કરતા હોવાની ગંભીર સમસ્યા સામે આવી છે.

લોહાનગરમાં ગત તા. 26 જુલાઈએ પ્રથમ કેસ 6 વર્ષનાં બાળકને કોલેરા પોઝિટિવ સામે આવ્યો હતો. જ્યા ખંઢેરી સ્ટેડિયમ પાસેથી પાણી સાથે માછલી લઈ પાણીના ટાંકામાં માછલી રાખતા હતા. જે પાણીનાં સંપર્કમાં 6 વર્ષનું બાળક આવ્યું હતું અને બાદમાં તેને કોલેરા પોઝિટિવ આવ્યો હતો. બાદમાં ત્રીજા ઘરે પોણા 2 વર્ષના બાળકને કોલેરા ચેપ લાગતા કોલેરા પોઝિટિવ આવ્યો. જેથી આ વિસ્તારમાં મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને આગામી 3 અઠવાડિયા સુધી સઘન સર્વેલન્સની કામગીરી કરવામાં આવશે.