સમગ્ર દેશમાં આજે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગ રૂપે 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ 2022 સુધી દરમિયાન હર ઘર તિરંગા અભિયાન ઉજવામાં આવી રહ્યું છે. ત્યારે મહીસાગર જિલ્લા હોમગાર્ડ કચેરીનાં માર્ગદર્શન હેઠળ લુણાવાડા યુનિટ દ્વારા ફ્લેગમાર્ચનુ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પંચમહાલ લોકસભાના સાંસદ રતનસિંહ રાઠોડ , લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક, જિલ્લા ભાજપા પ્રમુખ દશરથભાઈ બારીયા હોમગાર્ડ કમાન્ડન્ટ ભૂમિરાજસિંહ સોલંકી, મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ, લુણાવાડા શહેર પ્રમુખ હિમાંશુભાઈ, અજયભાઈ દરજી તથા અન્ય મહાનભાવો દ્વારા ઇન્ડિયા મેદાન ખાતેથી ફ્લેગ માર્ચનો આરંભ કરાવવામા આવ્યો હતો. ત્યાર બાદ ફ્લેગમાર્ચ લુણાવાડા ચાર રસ્તા , ગોધરા રોડ હાઇવે થઈ કોટેજ ચોકડી પોહચીને પરત ફરી હતી.