Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ જેવો જ રાજકોટની આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાના છેલ્લા 15 વર્ષથી સપના બતાવવામાં આવી રહ્યા છે.આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની બ્લૂ પ્રિન્ટ તૈયાર થઈ ચૂકી છે. અંદાજિત રૂ.1181 કરોડ કરતા વધુના ખર્ચે આકાર પામનારો આ પ્રોજેક્ટની કામગીરી 11 કિલોમીટર વિસ્તારમાં વિકસાવવા જાહેરાત કરવામાં આવી રહી છે. 2022માં પ્રોજેક્ટ માટે પર્યાવરણી મંજૂરી મળી ગયા બાદ પણ કામગીરી આગળ વધી નહોતી. જો કે, હવે આજી નદી કાંઠામાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે નોટિસ આપી તંત્ર આ એક ડગલું આગળ વધ્યું હોય તેમ લાગે છે.


રાજકોટના જંગલેશ્વર અને આસપાસના વિસ્તારમાં 1350 જેટલા દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવતા લોકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. રાજકીટ ઈશારે લોકોને ટાર્ગેટ કરાતા હોવાનો આક્ષેપ કરાયો છે. જો કે, તંત્રનું કહેવું છે કે, સરકારી જગ્યા પર દબાણો થઈ શકે નહીં. ભવિષ્યમાં અહીં રિવરફ્રન્ટ બનાવવાની પણ યોજના છે. જેથી દબાણ દૂર કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે.


રાજકોટમાં આજી નદીના કાંઠે ભવિષ્યમાં આકાર લેનારા રિવરફ્રન્ટ પ્રોજ્કેટને ધ્યાનમાં રાખીને નદી કાંઠા પર સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાંઆવી છે. અંદાજિત 400 કરોડ રૂપિયાની જમીન પર થયેલા 1350 જેટલા દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે. જેના કારણે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને રાજકીય ઈશારે આ કામગીરી થતી હોવાનો આક્ષેપ કરાયો છે.