સૂર્યનો આભાર પ્રકટ કરવા માટે લોકો પ્રાચીન સમયથી જ સૂર્ય પૂજા કરતા આવી રહ્યા છે. વેદોમાં પણ સૂર્યને પ્રમુખ દેવતા કહેવામાં આવ્યાં છે. છઠ્ઠ દેવીને ભગવાન બ્રહ્માની માનસપુત્રી પણ કહેવામાં આવે છે. જે લોકોને સંતાન આપે છે અને બધા સંતાનોની રક્ષા કરે છે.
સૂર્ય છઠ્ઠ વર્ષમાં બે વાર આવે છે. પહેલું ચૈત્ર અને બીજું કારતક મહિનામાં. જેમાં કારતકનું છઠ્ઠ પર્વ ખૂબ જ ખાસ છે. આસો મહિનાની અમાસના દિવસે દિવાળી પછી તરત આવતાં આ ચાર દિવસોના વ્રતની સૌથી મુશ્કેલ અને મહત્ત્વપૂર્ણ રાત કારતક સુદ છઠ્ઠ હોય છે. આ જ કારણે તેને છઠ્ઠ વ્રત કહેવામાં આવે છે.
બધા જ પર્વમાં ખાસ
સૂર્યને કૃષિનો આધાર માનવામાં આવે છે, કેમ કે સૂર્ય વાતાવરણમાં પરિવર્તન લાવે છે. સૂર્યના કારણે જ વાદળ જળ વરસાવવામાં સક્ષમ બને છે. સૂર્ય અનાજને પકવે છે. એટલે સૂર્યનો આભાર પ્રકટ કરવા માટે પ્રાચીન કાળથી લોકો પૂજા કરતા આવી રહ્યા છે.
વેદોમાં પણ સૂર્યને સૌથી મુખ્ય દેવતા તરીકે માન્યતા પ્રાપ્ત છે. જ્યોતિષ ગણના પ્રમાણે આ ઘટના આસો અને ફાગણ મહિનાની અમાસના છ દિવસ પછી આવે છે.
બ્રહ્મવૈવર્ત પુરાણમાં છઠ્ઠ દેવીનો ઉલ્લેખ
બ્રહ્મવૈવર્ત પુરાણના પ્રકૃતિખંડમાં સૃષ્ટિની અધિષ્ઠાત્રી પ્રકૃતિ દેવીના એક ખાસ અંશને દેવસેના કહેવામાં આવે છે. પ્રકૃતિનું છઠ્ઠુ અંશ હોવાના કારણે આ દેવનું એક પ્રચલિત નામ ષષ્ઠી છે. પુરાણો પ્રમાણે, આ દેવી બધા સંતાનોની રક્ષા કરે છે અને તેમને લાંબી ઉંમર આપે છે. જેને સ્થાનિક ભાષામાં છઠ્ઠ મૈયા કહેવામાં આવે છે.