તારીખ: 13 જુલાઈ, સ્થળ: અમેરિકાનું પેન્સિલવેનિયા રાજ્ય. એક 20 વર્ષનો છોકરો બંદૂકની દુકાનમાં પ્રવેશે છે અને 50 રાઉન્ડ ગોળીઓ ખરીદે છે. તે જ દિવસે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી રેલીમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો.
ટ્રમ્પના જમણા કાનમાંથી ગોળી વાગી હતી. ગોળી વાગતાની સાથે જ સિક્રેટ સર્વિસ એજન્ટો પૂર્વ રાષ્ટ્રપતિને ચારે બાજુથી કવર પૂરું પાડે છે. ટ્રમ્પની સુરક્ષા માટે તૈનાત સ્નાઈપર હુમલાખોરને એક જ ગોળીથી ઠાર કરી નાખે છે. ગોળી ચલાવનાર યુવકની ઓળખ થોમસ મેથ્યુ ક્રૂક્સ તરીકે થઈ હતી.
હુમલાની તપાસ કરી રહેલી એફબીઆઈએ 48 કલાકની માહિતી એકઠી કરી છે કે જે દરમિયાન ક્રૂક્સે ટ્રમ્પ પર હુમલો કરવાની તૈયારી કરી હતી.